Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યસભાની ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ, બે MLAના રાજીનામાની ચર્ચા

રાજ્યસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત કોંગ્રેસમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામા પડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં એક એમએલએ સોમાભાઈ પટેલ અને બીજુ નામ ધારીના ધારાસભ્ય જે વી કાકડિયા છે. 

રાજ્યસભાની ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ, બે MLAના રાજીનામાની ચર્ચા

હિતલ પારેખ ઝી મીડિયા, ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત કોંગ્રેસમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામા પડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં એક એમએલએ સોમાભાઈ પટેલ અને બીજુ નામ ધારીના ધારાસભ્ય જે વી કાકડિયા છે. 

fallbacks

જાણીતા કચ્છી લોકગાયક ઈસ્માઈલ મીરની ચીર વિદાય 

કોંગ્રેસના જે બે ધારાસભ્યોનાં રાજીનામાની ચર્ચાએ જોર પકડયું જેમાં એક નામ લીમડીના ધારાસભ્ય સોમા પટેલ અને બીજું નામ ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા. જે વી કાકડીયાના મિત્ર અશ્વિન કોરાટે ઝી 24 કલાક સાથે કરેલી વાતચીતમાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યાથી ધારાસભ્યનો ફોન સ્વીચ ઓફ આવતો હોવાથી તેવો કોઈ પણ વાતથી અજાણ હોવાનો દાવો કર્યો હતો. ગાંધીનગર સ્થિત એમએલએ ક્વાર્ટ્સમાં સોમાભાઈ પટેલના ત્યાં તાળું જોવા મળ્યું છે. સોમાભાઈ પટેલ રાજીનામું આપીને ગુપ્ત સ્થળે જતા રહ્યાં હોવાની રાજકીય ચર્ચાઓ છે. 

અત્રે જણાવવાનું કે રાજ્યસભાની ચૂંટણી 26મી માર્ચે છે. ભાજપ તરફથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા ઉપરાંત ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને મૂકવામાં આવતા મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે.  ગુજરાત કોંગ્રેસમાં હોર્સ ટ્રેડિંગનો ભય પેસી ગયો છે.રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે કોંગ્રેસે તેના 20 ધારાસભ્યોને આજે સાંજે સાત વાગે અમદાવાદ એરપોર્ટથી ફ્લાઈટમાં ગુજરાત બહાર લઇ જઇ જવામાં આવ્યા છે. આજે સાંજે કોંગ્રેસના 20 ધારાસભ્યો રાજસ્થાન જયપુર પહોંચી ગયા છે.

વધુ વિગતો માટે જુઓ VIDEO

રાજ્યસભા ચૂંટણીઃ કોંગ્રેસના 14 ધારાસભ્યો પહોંચ્યા જયપુર, શિવ વિલાસ હોટલમાં રોકાણ કરશે

કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ડર છે કે કે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને આર્થિક લાલચ આપીને તોડી શકે છે. કારણ કે આ અગાઉ 2017માં પણ કોંગ્રેસ ધારાસભ્યોને બેંગ્લોરના રિસોર્ટમાં લઈ ગઈ હતી. જો કે કોંગ્રેસના કેટલાક વિશ્વાસુ ધારાસભ્યો જ ગુજરાતમાં રહેશે. રાજસ્થાનના જયપુર ખાતે ધારાસભ્યોનો કેમ્પ કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત કોરોનાને પગલે હાલ ચાલી રહેલું વિધાનસભાનું સત્ર પણ ટૂંકાવી દેવામાં આવે તેવી સંભાવના છે. જે અંગે એક બે દિવસમાં જાહેરાત થઈ શકે છે.

પોતાની સીટો ફાઇનલ કરવા માટે કોંગ્રેસે શનિવારે કેટલાક ધારાસભ્યોને શિફ્ટ કરી દીધા છે. કોંગ્રેસે જે ધારાસભ્યોને જયપુર રવાના કર્યા છે તેમાં ગેનીબેન ઠાકોર, લાખાભાઈ ભરવાડ, હર્ષદ રીબડિયા, પૂનમ પરમાર, ઋત્વિક મકવાણા, બળદેવજી ઠાકોર, ચિરાગ કાલરિયા, હિંમતસિંહ પટેલ, બાપુનગર, ચંદનજી ઠાકોર, નથાભાઈ પટેલ, અજિતસિંહ ચૌહાણ, ઈન્દ્રજિતસિંહ પરમાર મહુધા, રાજેશ ગોહિલ, કાંતિ પરમાર જયપુર પહોંચી ગયા છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 103 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 73 છે. બે ઉમેદવારોને મત આપ્યા બાદ ભાજપ પાસે ત્રીજા ઉમેદવાર માટે વધારાના 29 મત હશે. જેમને જીતાડવા માટે ભાજપને વધારે 7 થી 8 મતોની આવશ્યક્તા છે. NCP અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના બે ધારાસભ્યો ભાજપને સમર્થન કરી શકે છે.

ગુજરાતની ચાર રાજ્યસભા સીટો પર 26 માર્ચના રોજ યોજાનારી ચૂંટણી રસપ્રદ બનતી જાય છે. ભાજપ તરફથી રાજ્યસભા માટે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા સાથે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ઉતારવામાં આવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ તરફથી રાજ્યસભા માટે શક્તિ સિંહ ગોહિલ અને ભરત સિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. એટલું જ નહી કોંગ્રેસને ધારાસભ્યોના ક્રોસ વોટીંગનો ડર સતાવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More